Birth Certificate Online 2023: તમારું જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઈટ @eolakh.gujarat.gov.in

Birth Certificate Online 2023: જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો ઓનલાઈન : જન્મની નોંધણીએ બાળકનો છે અને તેની ઓળખ સ્થાપન કરવા માટેનું પ્રથમ સ્ટેપ છે. જન્મ અને મરણ નોંધણી અધિનિયમ, 1969 દ્વારા રજીસ્ટ્રારને દરેક જન્મ અને મરણની જાણ કરવી આવશ્યક છે. ગુજરાત સરકાર ના માધ્યમથી જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે eOlakh પોર્ટલ સરકાર દ્વારા ઉપલબ્ધ કર્યું છે. 

Birth Certificate Online 2023

ટાઈટલ. તમારું જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઈટ @eolakh.gujarat.gov.in
શબ્દ 500 શબ્દ
કેટેગરી  જાણવા જેવું
વેબસાઇટ http://saunugujarat.com/

ઓનલાઈન જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો

જન્મની ઓનલાઈન નોંધણી માટે (ઈ ઓળખ) એપ્લીકેશન, નેશનલ ઇન્ફ્રોર્મેટીક્સ સેન્ટર, ગુજરાત રાજ્ય ના માધ્યમથી ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય અને કલ્યાણ વિભાગ માટે વિકસાવવામાં આવી છે.

આ એપ્લીકેશનમાં કોઈપણ તકલીફ હોય અથવા એપ્લીકેશન સાથે સંકળાયેલી સૂચનો હોય તો નાયબ રજીસ્ટ્રારશ્રી (જન્મ-મરણ) અને અધિક નિયામકશ્રી (આંકડા), બ્લોક 5/3, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર – 382010નો સંપર્ક કરવા વિનંતી છે. વધુમાં, જીલ્લા જીલ્લાકક્ષાના પ્રશ્નના માર્ગદર્શન માટે સબંધિત જીલ્લા પંચાયત ખાતે ફરજ બજાવતા જીલ્લા રજીસ્ટ્રારશ્રી (જન્મ-મરણ) અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીનો સંપર્ક સાધવા વિનંતી છે.

Birth Certificate Online 2023 : તમારું જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઈટ @eolakh.gujarat.gov.in

જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો

જન્મનું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે આપની પાસે અરજી નંબર કે મોબાઈલ નંબર હોવો આવશ્યક છે.અરજી નંબર સિસ્ટમ ના માધ્યમથી જન્મની નોંધણી કરતી વખતે રજુ કરવામાં આવેલ મોબાઈલ નંબર ઉપર SMSથી મોકલવામાં આવશે/મોકલવામાં આવેલ હશે. જે પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા સાચવી રાખવો.

દાખલ કરવામાં આવેલ મોબાઈલ નંબર કે અરજી નંબર સાથે લીંક જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરી શકાશે.

જો દાખલ કરવામાં આવેલ મોબાઈલ નંબર કે અરજી નંબર ખોટો હોય તો પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરી શકાશે નહી. તેમ છતાં તાંત્રિક કારણોસર ડાઉનલોડ કરવામાં મુશ્કેલી પડે તો, સૌપ્રથમ સંબંધિત રજીસ્ટ્રારશ્રી (જન્મ-મરણ)ની કચેરીનો કે જીલ્લા રજીસ્ટ્રાર(જન્મ-મરણ) અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીનો કે તેમની કચેરીનો સંપર્ક કરવા વિનંતી છે. સંપર્ક નંબરો હોમ પેજ ઉપર આપેલા છે.

Birth Certificate Online 2023
Birth Certificate Online 2023

આ રીતે કોમ્પ્યુટરાઈઝ્ડ પદ્ધતિ દ્વારા જનરેટ થતા પ્રમાણપત્રો માન્ય રાખવા અત્રેની કચેરી દ્વારા તારીખ 05/02/2020ના પરિપત્રથી વિગતવાર સૂચનાઓ રજૂ કરવામાં આવી હતી .

ઓનલાઈન મરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો

જે પ્રમાણે જન્મ દાખલોડાઉનલોડ કરવામાં આવે છે એજ રીતે મરણ પ્રમાણપત્ર પણડાઉનલોડ કરવાનું. દરેક માહિતી ઉપર આપેલ આજ પ્રમાણે છે.

ગુજરાત જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો

આજકાલ તમામ સરકારી સેવાઓનો ઉપયોગ કરવો સરળ બન્યું છે અને કોઈપણ ઓફિસની મુલાકાત લીધા વિના, કારણ કે બધી સેવાઓ ઓનલાઈન સિસ્ટમ છે. તમે મૂળભૂત ઈન્ટરનેટનો વાપર કરીને જાણો છો અને પછી બધી સરકારી સેવાઓને ઉપયોગ કરવો સરળ છે. આ પ્રમાણપત્રને કોઈપણ હસ્તાક્ષરની આવશ્યકતા નથી. ગુજરાતમાં દરેક જગ્યાએ તેને મંજુરી છે.

જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કઈ રીતે કરવું? / મરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કઈ રીતે કરવું?

  • સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ https://eolakh.gujarat.gov.in પર જાઓ.
  • ત્યારબાદ ડાઉનલોડ સર્ટીફીકેટ બટન પર ક્લિક કરો.
  • ઓપ્શન પસંદ કરો -> જન્મ / મરણ.
  • પસંદ કરો -> અરજી નંબર / મોબાઈલ નંબર.
  • એક બોક્સમાં અરજી નંબર અથવા મોબાઈલ નંબર લખો.
  • બીજા બોક્સમાં વર્ષ લખો.
  • સર્ચ ડેટા બટન પર ક્લિક કરો.
  • PDF ફાઈલ ડાઉનલોડ કરી લ્યો ભવિષ્યના ઉપયોગ માટે.

અમારા સાથે જોડાવો

જન્મ પ્રમાણપત્ર download કરવા અહીં ક્લિક કરો 
હોમ પેજ અહીં ક્લિક કરો
Whatsaap ગ્રૂપ થી જોડાવો અહી ક્લિક કરો
Google news ને ફોલો કરો અહીં ક્લિક કરો 
Facebook થી જોડાવો અહી ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!