Healthy Blood Pressure : તમારી ઉંમર પ્રમાણે બ્લડ પ્રેશર નું પ્રમાણ કેટલું હોવું જોઈએ સવિસ્તાર માહિતી જુઓ

Healthy Blood Pressure: હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યા આજકાલ લોકોમાં સામાન્ય બની ગઈ છે. બ્લડ પ્રેશર હાઈ હોય અથવા લો હોય બંને આપના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. બ્લડ પ્રેશર કાયમ સ્વરૂપે વધતું-ઘટતું રહે છે. 

Healthy Blood Pressure

ટાઈટલ. તમારી ઉંમર પ્રમાણે બ્લડ પ્રેશર નું પ્રમાણ કેટલું હોવું જોઈએ સવિસ્તાર માહિતી જુઓ
શબ્દ 900 શબ્દ
કેટેગરી  trending news
વેબસાઇટ http://saunugujarat.com/

પરંતુ લોકોને જાણકારી હોતી નથી કે તેમના માટે કેટલું બ્લડ પ્રેશર કેટલું સામાન્ય છે. દરેક વ્યક્તિએ તેમની ઉંમર પ્રમાણે બ્લડ પ્રેશર ને કન્ટ્રોલમાં રાખવું જોઇએ. તો ચાલો આજે માહિતી મેળવીએ કે ઉંમર પ્રમાણે તમારું બ્લડ પ્રેશર કેટલું હોવું જોઇએ અને તેને નિયંત્રણમાં કેવી રીતે રાખવું શક્ય છે.

આપણા શરીરના બ્લડ પ્રેશર જેને આપણે ટૂંકમા બી.પી. કહિએ છીએ તે શરીરનો ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. બ્લડ પ્રેશરના આદર્શ માપ અક્રતા તે ઓછુ હોય તો પણ આપના શરીરને નુકશાનકારક છે અને વધુ હોય તો પણ આપના શરીર માટે નુકશાનકારક છે.

આજકાલ લોકોમા હાઇલ બ્લડ પ્રેશર કે લો બ્લડ પ્રેશર ની ખૂબ તકલીફો જોવા મળે છે ? ચાલો જાણીએ બ્લડ પ્રેશર શું છે અને તેનુ માપ ઉંમર પ્રમાણે ખરેખર કેટલુ હોવુ જોઇએ તે માહિતી Healthy Blood Pressure માથી મેળવીએ.

Healthy Blood Pressure
Healthy Blood Pressure

બ્લડ પ્રેશર શું છે?

રક્તવાહિનીઓ પર પડતાં લોહીનાં દબાણને બ્લડ પ્રેશર તરીકે ઓળખાય છે. હાઈ બ્લડ પ્રેશરમાં લોહીનું દબાણ વધુ અને લોમાં ઓછું થઈ જાય છે. હાઈ અથવા લો બંને પ્રકારના બ્લડ પ્રેશરમાં તરત જ સારવાર કરાવવી આવો આવશકતા બની જાય છે.

જાણો તમારી ઉંમર પ્રમાણે બ્લડ પ્રેશરનું પ્રમાણ કેટલું હોવું જોઇએ

Healthy Blood Pressure સામાન્ય બ્લડ પ્રેશર 120/80 સુધી ગણવામાં આવે છે. પરંતુ બાળકોમાં નોર્મલ બ્લડ પ્રેશરની પરિસ્થિતિ કાયમી સ્વરૂપે બદલાતી રહે છે કારણ કે, જેમ-જેમ તેમની ઉંમર વધતી જાય છે તેમ-તેમ તેમનું બ્લડ પ્રેશર વધવા-ઘટવા લાગે છે.

Healthy Blood Pressure

15થી 24 વર્ષ સુધી: 15થી 18 વર્ષની ઉંમરમાં પુરુષોમાં 117-77mmHg અને મહિલાઓમાં 120-85mmHg સુધીનું બ્લડ પ્રેશર હોવું જોઇએ. જો તમારી ઉંમર 19થી 24 વર્ષ છે તો પુરુષોમાં 120-79mmHg અને મહિલાઓમાં 120-79mmHg સુધીનું બ્લડ પ્રેશર હોવું જોઇએ. (Healthy Blood Pressure)

25થી 29 વર્ષ સુધી: 25થી 29 વર્ષની ઉંમરમાં પુરુષોનું બ્લડ પ્રેશર 120-80mmHg અને સ્ત્રીઓનું બ્લડ પ્રેશર 120-80mmHg સુધી હોવું જોઇએ.

30થી 39 વર્ષ સુધી: આ ઉંમરમાં હાઈ અને લો બ્લડ પ્રેશરની તકલીફ સૌથી વધારે હોય છે. તેથી તમારે સૌથી વધુ કાળજી લેવી જોઇએ. 30થી 39 વર્ષની ઉંમરમાં પુરુષોનું બ્લડ પ્રશર 122-81mmHg અને સ્ત્રીઓનું બ્લડ પ્રેશર 123-82mmHg સુધી હોવું જોઇએ. જ્યારે 36થી 39 વર્ષના પુરુષોમાં બ્લડ પ્રેશર 123-82mmHg અને મહિલાઓમાં 124-83mmHg સુધી હોવું જોઇએ.

40 થી 49 વર્ષ સુધી: જો તમારી ઉંમર 40થી 45 વર્ષની વચ્ચે છે તો પુરુષોમાં સામાન્ય બ્લડ પ્રેશર 124-83mmHg અને સ્ત્રીઓમાં 125-83mmHg સુધી હોવું જોઇએ. 46થી 49 વર્ષની ઉંમરમાં પુરુષોનું બ્લ્ડ પ્રેશર 126-84mmHg અને સ્ત્રીઓનું બલ્ડ પ્રેશર 127-84mmHg સુધી હોવું જોઇએ.

50 થી 55 વર્ષ સુધી: આ ઉંમરે પણ તમારે હાઈ અને લો બવ્ડ પ્રેશરનું ખાસ કાળજી રાખવું જોઇએ. 50થી 55 વર્ષની ઉંમરમાં પુરુષોમાં બ્લડ પ્રેશર 128-85mmHg અને સ્ત્રીઓમાં 129-85mmHg સુધી નોર્મલ બ્લડ પ્રેશર હોવું આવશ્યક છે.

56 થી 59 વર્ષ સુધી: 56થી 59 વર્ષની ઉંમરમાં પુરુષોનું નોર્મલ બ્લડ પ્રેશર 131-37mmHg સુધી હોય છે. જ્યારે આ ઉંમરમાં સ્ત્રીઓમાં નોર્મલ બ્લડ પ્રેશર 130-86mmHg સુધી હોવું જોઇએ.

60 વર્ષથી વધુ ઉંમર : ધરાવતા લોકો માટે 60 કે તેથી વધુ ઉંમર ધરાવતા પુરુષોમાં બ્લડ પ્રેશર 135-88mmHg અને સ્ત્રીઓમાં 134-84mmHg સુધી હોવું જોઇએ.

બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખવાની કેટલીક ટિપ્સ

પ્રોસેસ્ડ ફૂડની બદલે આખા અનાજનો ખોરાક લો. પરંતુ બજારમાં તે ખરીદત સમય તેનું ન્યૂટ્રિશન લેબલ અને સોડિયમની માત્રા ચોક્કસ તપાસી લેવી.

આહારમાં દૂધ, દહીં, ઘરેલુ વસ્તુઓ અને અન્ય લો ફેટ ફૂડ્સ સામેલ કરો.

રોજના આહારમાં ઓછામાં ઓછાં 2 ફળો અને શાકભાજી ખાઓ. પાંદડાવાળાં શાકભાજી, બ્રોકોલી, બ્લુબેરી, તરબૂચ, કેળું વગેરે લો. લસણ હૃદય માટે બહુ ફાયદા કારક હોય છે. તે ખાવાથી રક્ત પરિભ્રમણ યોગ્ય થાય છે અને હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે.

જો તમારું બ્લડ પ્રેશર સવારના સમય વધી જાય તો તરત જ 1 ગ્લાસ ગાજરનો જૂસ પી લો.

હાઈ બ્લડ પ્રેશરને કન્ટ્રોલમાં રાખવા અડધા ગ્લાસ પાણીમાં લીંબુનો રસ નિચોવી દર 2 કલાકે પીઓ.

બ્લડ પ્રેશર નિયંત્રિત રાખવા માટે આટલું કરો

1. વજન નિયંત્રણ

તમારા બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે અને તેમાં સતત થતો વધારો કે ઘટાડો રોકવા માટે વજન નિયંત્રણમાં રાખવું આવશ્યક છે. વધતા વજનને લીધે હ્રદય પર તેની અસર થાય છે અને શરીરના તમામ અવયવો સુધી લોહી પહોંચાડવા માટે હ્રદયને વધુ પમ્પિંગ કરવું પડે છે. જેથી લાંબા ગાળે રેગ્યુલર બ્લડ પ્રેશર ખોરવાઈ જવાની સંભાવના હોય છે.

2. તણાવથી દૂર રહો

આ વાત કોઈનાથી છુપી નથી કે તણાવ સીધું જ તમારા બ્લડ પ્રેશર પર અસર કરે છે. તણાવને કારણે શરીરમાં બ્લડ પ્રેશરમાં વધારો એટલે કે હાઈ બ્લડપ્રેશરની સમસ્યા સર્જાય છે, માટે જો તમે તમારુ બ્લડ પ્રેશર લેવલ હેલ્ધી રાખવા માંગતા હોવ તો તણાવથી દૂર રહો.

3. પોષણક્ષમ આહાર

તમારા બ્લડ પ્રેશર જાળવી રાખવા માટે પોષણક્ષમ આહાર લેવો ખૂબ આવશ્યક છે. વધુ પડતા તળેલા અને તીખા ખોરાકને લીધે શરીરમાં વધુ પ્રમાણમાં ટોક્સિન બને છે જેને બહાર કાઢવા માટે લોહીનું પરિભ્રમણ વધુ તેજ ગતિથી થાય છે. આવું નથાય તે માટે ઘરનું બનેલું સાદુ અને પૌષ્ટિક ભોજન આવશ્યક છે.

4. હળવી કસરત

આજકાલની બેઠાડું જીવનશૈલી શૈલીને લીધે લોકોમાં શારિરીક એક્ટિવિટીનું પ્રમાણ નહીં જોવા મળે છે. એવામાં મેદસ્વીતા વધે છે જેના કારણે બ્લડ પ્રેશર ખોરવાય છે. આવું ન થાય તે માટે નિયમિત રીતે હળવી પ્રમાણમાં કસરત કરવી જોઈએ.

5. મીઠાંનો પ્રમાણસર ઉપયોગ

મીઠું બ્લડપ્રેશરમાં થતા ફેરફારનું સૌથી સામાન્ય કારણ ગણી શકાય છે. જો તમે તમારા બ્લડ પ્રેશરનું લેવલ સ્થિર રાખવા માંગતો હોવ તો ભોજનમાં મીઠાનો પ્રમાણસર ઉપયોગ કરવો.

6. ધુમ્રપાન અને શરાબ

ધુમ્રપાન અને આલ્કોહોલિક પીણાંનું નિયમિત સેવનથી બ્લડ પ્રેશર ડિસ્ટર્બન્સનું મોટું કારણ ગણાય છે. જે લોકો નિયમિત પણે ધુમ્રપાન અને શરાબનું સેવન વધારે પ્રમાણમાં
કરતા હોય છે તેમના બ્લડ પ્રેશરમાં થતા અનિયમિત વધારા ઘટાડાને કારણે સ્ટ્રોકનો ખતરો રહે છે

Healthy Blood Pressure; બ્લડ પ્રેશરની બીમારી એ આજકાલ સામાન્ય બીમારી તરીકે ઓળખાય છે. જો તમારૂ બ્લડ પ્ર્શર પણ ઉપર આપેલા Healthy Blood Pressure કરતા વધુ કે ઓછુ રહેતુ હોય એટલે કે High Blood pressure કે Low Blood Pressure રહેતુ હોય તો ડોકટરની સલાહ મુજબ સારવાર કરવી જરૂરી છે.

Healthy Blood Pressure
Healthy Blood Pressure

 

અમારા સાથે જોડાવો

હોમ પેજ અહીં ક્લિક કરો
Whatsaap ગ્રૂપ થી જોડાવો અહી ક્લિક કરો
Google news ને ફોલો કરો અહીં ક્લિક કરો 
Facebook થી જોડાવો અહી ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!